એય સાંભળે છે તું...કે મને કેવું થાય છે???
"ક્યારેક હસાય જાય તો ક્યારેક રડાય જાય છે,
ક્યારેક મન મનાવી લઉં તો ક્યારેક દિલ રિસાય જાય છે,
ક્યારેક હૈયું તો એવું બેચેન બની જાય છે,
જ્યારે તારી યાદ આવી જાય...
ક્યારેક તો આ દદૅ પણ મીઠું લાગી જાય છે ને,
ક્યારેક તો તારો અહેસાસ મને આંસુ આપી જાય છે,
ક્યારેક અંદર ને અંદર મન આ મારૂં મુંઝાય,
જ્યારે તારી યાદ આવી જાય...
ક્યારેક આંખો મીંચુ ને તારો ચહેરો સામે આવી જાય છે,
ક્યારેક ઘાવ વગર પણ મને જખમ આપી જાય છે,
ક્યારેક તો કારણ વગર મુખ પર મલકાટ આવી જાય,
જ્યારે તારી યાદ આવી જાય...
ક્યારેક આખો દિવસ તારા વિચારમાં વીતી જાય છે,
ક્યારેક સાંજ પડે ને મન મારું રણ બની જાય છે,
ક્યારેક ખુલ્લી આંખે આખી રાત વીતી જાય,
જ્યારે પણ મને તારી યાદ આવી જાય..."