સરખીજ કહાની છે.
અજબ રીતો બધીને ગજબ કહાની છે.
હ્રદયમાં સ્વપ્ન છે ને આંખમાં પાણી છે.
ખુદા આ તારી કેવી મીનાકારી છે?
રેખાઓ હાથમાં છે ને તોય હાથ ખાલી છે.
એક ક્ષણ જે ન દૂર થઇ હૃદય થી કદી.
તેને શોધવા વેઠી વસમી હાડમારી છે.
જે રીતે મારી વીતી તમારી પણ વીતવાની છે.
હ્રદયમાં છે રામ કયાં જાણ થવાની છે?
મંદિર,મસ્જિદ કરી થાક્યા,હાશ કરી બેઠા,
ના મળ્યો રામ, જવાદે જે થાય તે થવાની છે.
(મીનાકારી-કારીગીરી)