અમૃત ૪
ભાગ : ૪
સમય સમયનું કામ કરે એની યાદો તમારા દિલમાં કે તમારી રોજનીશીમાં હોય છે.સરૂ પણ લાગણીઓને ડાયરીમાં ઉતારી યાદો બનાવી લખી રહી હતી.અમૃતે તે વાંચવાની ચેષ્ટા કરી,તો સરૂએ તે વખત પર વાંચજે તારી જ છે તને જરૂર મળશે કહી ઉંચી મૂકી દીધી.
આખરે એ દિવસ આવ્યો સારા સી.એ ને ત્યા ઈન્ટરસીપ પૂરી કરી પોતાની એક અલગ પ્રેકટીશ શરૂ કરવાની તૈયારીમાં અમૃત પડી ગયો.તેને દુગણી ખુશી હતી.પોતાની પ્રેકટીશની અને શાલુને પામવાની.હમણાં તો એવું નક્કી થયું કે તે દિનેશભાઈની ઓફિસમાં જ શરૂ કરે ને પછી એક ઓફિસ બનાવે.બા એ વિરોધ કરી કહ્યું કે,”બેટા સ્વમાનથી તારી ઓફિસમાં જ પહેલો દિવસ શરૂ કર.” આવતા મહિને અખાત્રીજે તારો જન્મદિવસ છે મારે તને છેલ્લી કે પહેલી ભેટ આપવી છે.” હંમેશની જેમ તે ચુપ રહ્યો.શાલુ ગુસ્સે થઈ ગઈ બધી જ બાબતમાં ,”તારા મધર કેમ માથું મારે છે?”અમૃત માટે આ નવો આઘાત હતો.શાલુ કેમ બોલી શકે..પણ અહીં પણ અમૃત ચુપ થઈ ગયો.
બાની વાત સાચી હતી મારા જન્મદિવસ જેવો સુંદર ને નસીબવંતો દિવસ બીજો ન હોય સકે.બાએ એ દિવસની તૈયારી શરૂ કરી ને અમૃતે પોતાની રીતે ઓફિસ શોધવાની.શાલુએ જીદ શરૂ કરી કે પપ્પાની ઓફિસમાં તે બેસે જેથી પપ્પાનો ધંધો પણ સંભાળાય ને એની સી.એ ની ઓફિસ પણ ચાલુ રહે.બા એ સમજાવ્યો કે જો એકવાર તારૂ સ્વમાન તુ ઊંચું મૂકશે તો તુ તારી નજરો માંજ નીચો પડી જશે.શું બા સાચી કે શાલુ??આખરે તે નાનો હતો ને તેના ને બાના સલાહકાર સુરેશભાઈને મળ્યો.મુંઝવણ કહીને સલાહ માંગી.સુરેશભાઈએ સમજાવ્યો કે ,”તારી બા સાચી છે.તું જરૂર શાલુના પિતા દિનેશભાઈનો ધંધો સંભાળ પણ તારી ઓફિસ પણ તું ચાલુ કર.ચાલ તું આવ્યો છે તો એક સરસ જગ્યા ઓફિસ માટે તને બતાવું ,મારા મિત્રની છે,તેને ભાડે આપવી છે.ભાડુ પણ તુ નક્કી કરશે તે જ બસ”.અમૃતને
આ વાત ગમી.તે જગ્યા જોવા ગયો તો તે શાલુના પપ્પાની ઓફિસ ની નીચે જ હતી.તે જોઈ ખુશ થયો.જાણે ઓફિસ તો એની કલ્પના નો નમુનો...એટલેકે એણે કલ્પી હતી તેવી જ.ભાડુ તેણે કહ્યું તો સુરેશભાઈએ મંજૂર રાખ્યું પણ અખાત્રીજ ને દિવસે જ આ જગ્યાના માલિક તેને મળવા આવશે એમ કહી તેઓ નીકળી ગયા.અમૃતે તેજ ક્ષણે શાલુને ફોન કર્યો ને બધી વિગત થી વાકેફ કરી.