એક મિત્રની કૉમેન્ટ વાંચીને મને વિચાર આવ્યો, આપણે લોકો આ જે મોબાઈલ આખો દિવસ હાથમાં લઈને ફરીએ છીએ, એના વિવિધ એપ્સ મચેડીએ છીએ એ બધા કોણે બનાવ્યા હશે?
એક જ મિનિટમાં આપણે નક્કી કરી લઈએ છીએ કે આ એપ સારું છે એને રાખો અને આ મજા આવે એવું નથી એને ઉડાવી દો... ક્યાંક ફોટો એડીતિંગ, ક્યાંક વિડિયો મેકિંગ, ક્યાંક કોઈ ગેમ રમતા હોય કે ફિલ્મ જોતા હોય કે ઓનલાઇન ખરીદી કરવી કરવી હોય બધું જ હવે આંગળીઓના ટેરવે આવીને વસ્યું છે..!
આ બધી સહૂલિયત આપણને મળી રહી છે એની પાછળ જવાબદાર કોણ? ફલાણી એપ કોણે શોધી હશે? એવો વિચાર પણ આપણને આવતો નથી, કેટલા નગુણા છીએ આપણે બધા! જે લોકો રાત દિવસ જોયા વગર નવા નવા એપ્સ, નવી નવી સુવિધા વિકસાવવા મચ્યા રહે છે એમની માનસિક પરિસ્થિતિ કેવી રહેતી હશે એ સમય દરમિયાન? આપણા હાથમાં તો એમની સફળ થયેલી પ્રોડક્ટ જ આવે છે પણ ત્યાં સુધી પહોંચવા માટે જે ઢગલો નિષ્ફળતાઓ સામે ટકી રહેવું પડ્યું, જજુમવું પડ્યું, સખત કંટાળા વચ્ચે, બધા મોજ કરતા હોય ત્યારે એક રૂમમાં ભરાઈને કમ્યુટરમાં જ એમની દુનિયા વસાવી કલાકોના કલાકો કામ કરવું પડ્યું એ બધું ક્યાંય નોટીશ નથી થતું!
સફળ થયેલી એપ્સ પણ કંપનીના નામે રેકોર્ડ થાય, ફલાણી કંપનીનો કેમેરો સારો, એની આ ટેકનોલોજી બેસ્ટ છે, ઓલું ફીચર જોરદાર છે વગેરે આપણે કહેતા હોઈએ છીએ ત્યારે એની પાછળ મહેનત કરનાર એ ખરેખરા ટેક્નોલોજીસ્ટનું નામ પણ ખબર નથી હોતી...અને એ લોકો પણ કંઇ નવું શોધવાના ઉત્સાહમાં કે ક્યારેક નોકરી ખાતર એમનું નામ ક્યાંય છાપ્યા વગર એમનું બેસ્ટ આપે રાખે છે!
આજે કોઈ એવો સ્પેશિયલ દિવસ નથી, પણ જે એપ્સ તમારા ચહેરા પર રોજ એક સ્માઈલ લઇ આવે છે એને બનાવનારને એક thank you તો બનતા હે કી નહિ?
ટુંકમાં ભૂલો ભલે બીજું બધું આ એપ્સ બનાવનારનો આભાર માનવો ભૂલશો નહિ...?
આપ સૌને નિયતીના જય શ્રી કૃષ્ણ ?