તમે માનો છો (કે) આ વિશ્વ એક જ છે?
ના એવું નથી, વિશ્વ તો કેટલાંય છે.
ના, ના, હું બ્રહ્માંડની વાત નથી કરતી,
એની તો કલ્પના કરવાનું પણ સામર્થ્ય નથી
આપણા જ આ વિશ્વમાં અબજો ચૈતન્યો છે
આ પ્રત્યેક ચેતનાનું આગવું મન છે.
આ મનોમાં પ્રત્યેક નું એક જુદું વિશ્વ છે
દોડતાં, ચાલતાં, ઉઠતાં, ફરતાં, વહેતાં કે સ્થિર.
આ સૂક્ષ્મ કે મહત્ ચૈતન્યો પોતા મહીં એક વિશ્વ ને ઘુમાવતાં
અનેક ગતિ, અનેક ક્રિયાનું સર્જન -વિસર્જન
પછી અંતે એક બ્લેક હોલમાં સમાય છે.
પ્રત્યેક ની સાથે એક કૃષ્ણ છે અેથી
સતત પુરૂષ અને પ્રકૃતિનો રાસ છે.
(મોટા નાના દરેક અસ્તિત્વ ને પોતાના history, Geography, Logic, language, Philosophy, અને દુન્યવી નિસ્બત આ છે એનું વિશ્વ.)