ઈંટ, માટીને વાંસથી આકારી અમે મઢૂલી.
દેહરક્ષા કરવા કાજે સ્વીકારી અમે મઢૂલી.
નથી પંખા કે એ.સી.ની સુવિધા એમાં તો,
કુદરતી હવાની ભેટે આવકારી અમે મઢૂલી.
ટાઢ, તાપને વરસાદથી રક્ષનારી એ અમને,
બનાવી અતિથીને બોલાવનારી અમે મઢૂલી.
સાદા જીવનની છે સંકલ્પના એમાં સમાઈ,
આસોપાલવ તોરણે શણગારી અમે મઢૂલી.
પક્ષી ભાતભાતનાં આવીને ટહૂકતાં જ્યાં,
લાગે સૌથી સવાઈ વળી સારી અમે મઢૂલી.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.