સત્ય અહીં એકલું અટુલું
જૂઠની જુઓ ભરમાર છે.
સહેવાનુ ચોક્કસ શીખવું
યાતના જગે પારાવાર છે.
ઓળખી ન શકો માણસને
મોહરા ચહેરે વારંવાર છે.
વાત ખોટી તોયે અસરદાર
સજાવેલી ભારોભાર છે.
સંસ્કારને શોધો નહીં ઘરે
દાદા દાદી બારોબાર છે.
સમસ્યાઓ ચોક્કસ ઘટશે
ઉતરો અંદર સારવાર છે.