શ્વાસે શ્વાસે બહાર આવી છે
લવ યુ કહેવા સવાર આવી છે
સ્હેજ સ્પર્શીને સુંઘી લેવી તી
સ્હેજ મોડી તું યાર આવી છે
ચૂમવા હોઠ પુષ્પગુચ્છોના
જો ભ્રમરની કતાર આવી છે
કયારનો એ જ હું વિચારુ છું
તું કરીને વિચાર આવી છે ?
તારા હોવાનો ભાર લાગે છે
તું કશો લઇને ભાર આવી છે ?
#નારાજ