લાગણી ની રમત
પ્રેમની રીત હોય છે,
તેમાં સંગીત હોય છે.
લાગણીની રમતમાં પણ,
હારની જીત હોય છે.
પ્રેમીના હૈયામાં સતત,
ગુંજતું ગીત હોય છે.
ચાંદ સાથે ચકોરી જેમ,
ચચૉમાં મીત હોય છે.
ખોજ મંઝિલની રહે સખી,
ભાગ્ય માં ભીત હોય છે.
જગ રુપાળું લાગે જયાં,
પાસે મન મીત હોય છે.
સ્વપનમાં પ્રેમ છલકે એ,
મૌસમી પ્રીત હોય છે.