શબ્દો માં ના સમાય તારી મારી વાતો
પૂરી બારાખડી એ ઓછી પડે
તારી મારી વાતો માં..
તે તારા નામ આગળ મારું નામ મૂક્યું
આનાથી રૂડું કયું ઉદાહરણ આપું
સૌને તારા પ્રેમનું..
તારું મારા જીવન માં આવવું
જાણે વૈશાખી કાળઝાળ સુક્કી વેળામાં
પહેલા વરસાદ સમું આવવું..
તારા જ છે આ ફૂલ તમામ , ગમે તે ઉઠાવ
બસ ના પૂછ મને નામ કોઈ , પૂરો બાગ
તારો છે.
મારા દરેક ડગલાં તારા ભણી હોય
હું ચાલુ ત્યાં આગળ , છાપ તારા ડગલાં ની હોય.
બધા ના વિચારો માં કદાચ હું એકસરખી હોઉ
પણ તારા વિચારો ના વર્તુળ માં બસ અલગ હોઉં.
દરિયા માં હોય અને મોતી કેવાય
પણ આ આંખમાં હોય એને શું કેવાય?
લે લૂછી લે ભીની આંખ તારી,ના સતાવ
આ પાપણો ને..
ચાલ ફરી સજાવ મન તારું , મને પણ વહાલ
કર આ આંસુઓ જેટલું..
લે મે પણ મારા નામ પાછળ તારું નામ જોડ્યું
હવે ના કહેતો શું સબંધ આપણા..
પ્રેમ ના સંભારણા સચવાય એવું
પરબીડિયું તું બની
મારા સરનામે આવી જા..તું...આવી..જા.. manda