વ્યથા ભૂલ્યો હું આંસુ પણ ભૂલ્યો
તારાં પ્રેમમાં હું લાગણી હારી બેઠો
દુઃખ લઈ હું સુખ વહેંચતો થઈ ગયો
તારાં પ્રેમમાં હું દુનિયાને ઝૂકીને બેઠો
ખુશી આપી મે બધી પીડાઓ લીધી
તારાં પ્રેમમાં મે એ પણ પચાવી લીધી
તને ચાહવામાં જ મને ખુશી મળે છે
ભલે ન મળે જિંદગી ફરી બીજી વાર