ભગવાન તારો આભાર કે આટલા તહેવારો બનાવ્યા
માનવીના હૃદયમા ઉત્સાહ ઉમંગ ને આનંદ જગાવ્યા
એકધારી જીંદગીની રાહમા ઉત્સવના ફુવારા મુકયા
અતિ વ્યસ્ત જીવનમા જાણે જીવવાના કારણો મુકયા
થોડો સમય બધુ ભૂલી મોજ કરવાના ચોધડીયા મુકયા
આભાર તારો કે માનવ બનાવી આ ધરતી પર મોકલ્યા