બે ચાર સારી વાત હું ટાંકી લઉં,
એ ખાસ મુલાકાત હું ટાંકી લઉં!
બે ખાસ આંખે તાર તો સાંધી લઉં,
થોડો ઘણો પ્રસ્તાવ હું ટાંકી લઉં!
એ આંગળીઓ હાથમાં ગુંથી લઉં,
આ હોઠ આજે હાથ હું દાબી દઉં!
તો આજ સ્નેહે માંડવો બાંધી લઉં,
ને સાથ તારો આજ હું માંગી લઉં!
દેવાંગ ને એ નામથી જોડી દઉં,
બેનામ તારૂં નામ હું બાંધી દઉં