થોડી તકરાર, થોડો વહેવાર, ને પછી દરિયો છલકાય એક પ્રેમ નો!
એક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો!
નાની આંખોમાં ભર્યા વ્હાલ સાથે બંધાતો પહેલો એ મિત્રતાનો નાતો,
સમજણના ઓટલે પગ મૂકતાની સાથે એનો રંગ વધુ ઘેરો થઇ જાતો!
વિશ્વાસના પાકા રંગમાં રંગાયો, ન એક છાંટો ઊડે એને વ્હેમનો!
એક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો!
હું-તું, ખેંચતાણ, મસ્તી ને તોફાનની નિર્દોષ પળોમાં મલકાતો,
પાસે રહે કે દૂર, સાથ રહે કાયમ એ, સ્નેહ કદીએ ના ઓછો થાતો!
ચાહે હોય એમને લોહીની સગાઇ કે હોય તાંતણે બંધાયો પ્રેમ જેમનો!
એક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો!