મને મળ્યા પછી, હું મને ઓળખી ગઈ ,
ને આયખાની ,એંઠી ચમક ઓસરી ગઈ .
તિમિર તને ટાળું કરી ઉપાય બે આંખનો ,
તો, રાત આડે સવાર સ્હેજ અભડાઈ ગઈ !!
કાંચની કટારીમાં ઢોળાવ છલકે અનેક ,
તારા હાસ્યની હારડીમાં ખરડાઈ ગઈ .
લચકી , મચકી ને જરા વીંટળાણી તુજને ,
ગ્રીવા અધર ગાંઠ છોડતા જરા મરડાઈ ગઈ .
ને સુજકાનું શાણપણ બધું રહ્યું જેમ નું જેમ ,
ને અંતે ઘંટલે જુવાર જીણી ભરડાઈ ગઈ.
kruti