Gujarati Quote in Blog by Chaitanya Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નાની સરખી એ વાત છે દીપક.
કરવી રહી મુલાકાત છે દીપક.

જીવન ન હોય સરળ ચાલવાનું,
ડગલેને પગલે તો ઘાત છે દીપક.

સૂર ના પ્રકાશતો ચોવીસ કલાકે,
દિવસ પછી રોજ રાત છે દીપક.

નાના મોટાના ભેદ તો રહેવાનાને,
જિંદગી ઈશની સોગાત છે દીપક.

હસતો ચહેરો દુઃખ ભૂલાવતોને,
અંતરમાં જુદી જ ભાત છે દીપક.

ઠાલેઠાલા કોઈ કરોના કજિયા,
લાગવાની કાળની લાત છે દીપક.

સૌથી સવાઈને તોય સૌથી ભૂંડી,
માનવ જેવી ક્યાં જાત છે દીપક!

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi : 111284257
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now