Gujarati Quote in Motivational by vaibhav patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*#ચાલ_ગામડે_જતા_રહીએ *...
ન તો ₹હેલમેટની હાલાકી રહેશે...
ન તો લાયસંસની લપ...
#પીયૂસીની પળોજણ રહેશે...
#સીસીટીવીનો ડર...

*ચાલ ગામડે જતા રહીએ*...
પચ્ચીસ રૂપૈડીનું પીયૂસી કઢાવવા કરતા
શુદ્ધ હવામાં શ્વાસ લઇશું...
સવાર સાંજ ચોખ્ખુ ખાશું...
જેટલું કમાશું એટલું આપણા માટે કમાશું
દંડના દૂષણથી બચી તો જઇશું...

*ચાલ ગામડે જતા રહીએ*....
શહેરમાં આવીને શું પામ્યા....
જ્યાં જુઓ ત્યાં લાઇનોને લાઇનો...
આ લાઇનોમાં ઉભા રહીને ધંધે જ લાગ્યા...
કામ ધંધો કરીને કમાણી કરવાના સમયે
ક્યારેક #નોટબંધી ... તો ક્યારેક #લાયસંસ ...
પીયૂસી અને નંબર પ્લેટના નામે જ્યાં જુઓ ત્યાં રૂપિયા જ આપ્યા...

*ચાલ ગામડે જતા રહીએ*...
#નોકરી ધંધામાં વેતન કમાણી ઓછી તેમ છતાં કામ કરો.
#મોંઘવારી એ માઝા મૂકી તેમ છતાં ગુજરાન ચલાવીએ
ગમે તેટલી #મહેનત કરો..
અંતે તો #દંડ ના નામે લૂંટવાના જ.

*ચાલ ગામડે જતાં રહીએ....*
દર વર્ષે #મેડિકલ #ઇન્સ્યુરન્સ ભરવાનો
તેમ છતાં દવા ના બિલ ભરવાના...
#ઇનકમટેક્સ ભરી વ્યવસાય વેરો પણ ભરવાનો....
ઊંચું લાઇટબીલ લટકામાં...

*ચાલ ગામડે જતાં રહીએ....*
#શિક્ષણના નામે મોંઘી ફી ચૂકવવાની...
પણ ગણતર ના નામે મીંડું
#વ્યવહાર હોય કે #તહેવાર ગામડાનું જડતર તો ઊંચું

*ચાલ ગામડે જતાં રહીએ...*
શહેરમાં તો હેલ્લો અને હાય માત્ર દેખાડો..
ગામડામાં તો લાગણી...
અહી તો વાહનોનો ઘોંઘાટ જ્યારે
ગામડે તો પાદરમાં પક્ષીઓ નો કલરવ..

*ચાલ ગામડે જતાં રહીએ...*
ઘડીક ની નવરાશ નહિ પાઈ ની પેદાશ નહી
તેના કરતા શાંતિ કોઈ કચવાટ નહિ
ગામડાની મહેનત અને મીઠી નિંદર
તેની તો વાત જ જુદી...

~વૈભવ પટેલ

Gujarati Motivational by vaibhav patel : 111283882
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now