મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,_
_આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ._
*- ઓજસ પાલનપુરી*
▪
_અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,_
_તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?_
*- અનિલ ચાવડા*
▪
_દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,_
_મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે._
*– મરીઝ*