ઝંખનાના ઝરૂખે ને શમણાં ના ડેલે,
અરમાનો ને ઝુલે ને લાગણીના હેલે!
ગોરા ગોરા ગાલ જાણે ફૂલ ગુલાબનું
તીખી તીખી નજરો જાણે વાર કટારનો
કાજળ ઘેરી કીકીએ એવી રીતે ઘેરે
ઝંખના0...
કાળા કેશુઓ આકર્ષવાનું નવું બહાનું
ખભા સુધી ઉતર્યુ અદા કેરૂં નઝરાણું
વાયરાની લહેરખી કૈંક ખેલ ખેલે
ઝંખના0....
નાક નક્શો શિલ્પીઓની પ્રેરણા જાણે
હોઠ રસીલા પ્રેમોત્સુકનાં ઇજન જાણે
સ્મિત કેરાં પેંતરે સરેઆમ કોઈ છેડે
ઝંખના0....
રાતા પહેરવેશે સુહાગી લાગણીનો મેળો
હાથ ખોલીને કેહેતી 'દેવાંગ'ને સાવ ઘેલો
ખોલ દિલનાં કમાડ ના હું-તું ના ડેલે
ઝંખના 0....