જૂનું એક પરબીડિયું લાગ્યું આજ હાથ
તું ના હતો પાસ માં,પણ લાગ્યો જાને સાથ
એક મહેક હતી એ જુના તૂટેલ પત્ર માં
અક્ષરો માં જાણે તું ઉપસી આવ્યો,મારી સામે હયાત
એક વાત યાદ આવી તારી ને સાથ માં તું પણ
કહ્યું હતું કોક દિ કે એકજ છે આપણાં શ્વાસ
આજ શ્વાસ તો છે ને તું પણ કહી આસપાસ
પણ ક્યાં સાથ ની સંગત મળી ,એ ભૂલી ગઈ આજ
-ગીતા એમ ખૂંટી