મારા શબ્દને તારો સૂર મળે.
નક્કી કોઈ ધબકતું ઉર મળે.
મંત્રમુગ્ધ થૈ જવાય સાંભળી,
તારો મારો સ્નેહ ભરપૂર મળે.
છે શબ્દ સૂર શારદાની પ્રસાદી,
ઈશને પણ થઈ એ મંજૂર મળે.
પૂરાય જાય પ્રાણ શબ્દદેહમાં,
આત્મસંતુષ્ટિ પછી જરુર મળે.
સૂર સપ્તક શબ્દ સંગાથ લઈ,
ચહેરે મલકતું રખેને નૂર મળે.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.