#niyati
મને એમ કે જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ધિરજ, ઠાવકાઈ વધતી જાય...પણ મારી સાથે તો બિલકુલ ઊંધું જ થઈ રહ્યું છે!
જુઓ જ્યારે હું નાની હતી ત્યારે દૂરદર્શન પર અઠવાડિયે એક એપિસોડ આવતો... મારી ગમતીલી સિરિયલ હોય એના માટે આખું અઠવાડિયું રાહ જોવાની પણ મજા આવતી. જ્યારે નવો એપિસોડ આવે ત્યારે જૂનો એપિસોડ કેટલાય દિવસો પહેલા જોયો હોય તોય એની બધી વિગતો યાદ હોતી...! શું મજા હતી, હું કેટલી ધિરજ વાળી હતી ?
થોડી મોટી થઈ પછી ઘરમાં ઝી ટીવીની એન્ટ્રી થઈ... એની પાછળ સોની અને સ્ટાર પ્લસ પણ આવી ગયું. આ લોકોએ રોજનો એક એપિસોડ બતાવ્યો, આખું અઠવાડિયું રાહ જોવાનું મટી ગયું..! એ વખતે સાંજના સાતથી લઈને દસ વાગ્યા સુધીનો સમય અલગ અલગ સિરિયલો માટે ફાળવેલો રહેતો, શની-રવી હોરર, સસ્પેન્સ સિરિયલો, ફિલ્મો જોવા અડધી રાત સપરિવાર જાગતાં રહેતા...મજા જ મજા! હું રોજ સાંજ પડે એની આતુરતાથી રાહ જોતી, મારી સિરિયલનો ની રાહમાં હું થોડી અધીરી થઈ ?
અને આજની ઘડી જુઓ... સિરિયલ માટે પણ રાહ કોણ જુવે? ઓનલાઇન છે બધું, જ્યારે મન થાય ત્યારે જોઈ જ લેવાનું. હમણાંથી તો કોઈ વેબ સિરીઝ સારી લાગે તો સામટા બધા એપિસોડ જોઈ નાખું, જે ગમી એ ફિલ્મ ઈચ્છો એટલી વાર, તમારા સમયે જોઈ લો! હવે વિચારું કે પહેલા દર અઠવાડિયે એક એપિસોડ આવતો કે દરેક રવિવારે જ ટીવીમાં એક ફિલ્મ જોવા મળતી તો મને જ નવાઈ લાગે છે! એસા કૌન કરતાં હૈ ભાઈ ?
ઈસ ઈન્ટરનેટને બિગાડ કર રખ દિયા વરના...હમ ભી કાફી ધીર ગંભીર હોતે...?
#નિયતી