#*"નિરર્થક"*
ખબર છે મને અહીં ઉડવાનું સ્વપ્ન પણ નિરર્થક છે
છતાં પણ ઉડવાનો નિરર્થક પ્રયાસ તો હું કરીજ શકું ને
શું ખબર ક્યાંક તે પ્રયાસ સફળ નિવડે!
ખબર છે મને આ પુરુષ પ્રધાન સમાજ છે
છતાં પણ સ્ત્રીના સ્ત્રીત્વની સ્થાપનાનો નિરર્થકપ્રયાસ તો હું કરીજ શકું ને
શું ખબર ક્યાંક તે પ્રયાસ સફળ નિવડે!
ખબર છે મને મારી દિકરી ,વહું ,પત્ની , માતા તરીકેની જ ઓળખ છે
છતાં પણ ખુદની ઓળખાણ નો નિરર્થક પ્રયાસ તો હું કરીજ શકું ને!
શું ખબર ક્યાંક તે પ્રયાસ સફળ નિવડે!
ખબર છે મને હું સોનાના પાંજરાનુ પંખી છું
છતાં પણ રખડતું પંખી બનવાનો નિરર્થક પ્રયાસ તો હું કરીજ શકું ને!
શું ખબર ક્યાંક તે પ્રયાસ સફળ નિવડે!
ખબર છે મને હું મારી અંદર એક જીવને ઉછેરી શકું છું
છતાં પણ ખૂદને ઉછેરવાનો નિરર્થક પ્રયાસ તો હું કરીજ શકું ને!
શું ખબર ક્યાંક તે પ્રયાસ સફળ નિવડે!
ખબર છે મને હું સ્વતંત્ર ભારતમાં રહું છું
છતાં પણ ખુદની સ્વતંત્રનો નિરર્થક નારો તો હું લગાડી જ શકું ને!
શું ખબર ક્યાંક તે પ્રયાસ સફળ નિવડે!
ખબર છે મને મારા પગમાં સોનાના ઝાંઝર છે
છતાં પણ મીરાંના ઘુંઘરુ પહેરવાનો નિરર્થક પ્રયાસ તો હું કરીજ શકું ને!
શું ખબર ક્યાંક તે પ્રયાસ સફળ નિવડે!
ખબર છે મને હું એક દિકરી છું મને નિરર્થક બંધનમાં ના બાંધવી
દિકરીની સાથે હું એક જ્વાલા પણ છું જેની પાસે બધું જ નિરર્થક છે
""શું ખબર ક્યાંક તે જ્વાલા બધુ જ નિરર્થક કરી નાખે""
Dip@li?