*✒ધીરે ધીરે એવું કંઇક સમજાય છે,*
*કાળ ગુપચુપ ઘણું...લૂંટતો જાય છે,*
*કહીયે દિલ ની વાતો એવા માણસો,*
*ચુપ થતા જાય છે...ગુમ થતા જાય છે,*
*શ્વાસ થી યે નિકટ જે હતા અબઘડી,*
*આંખ થી સાવ...ઓઝલ થતા જાય છે,*
*ડગ સ્વયંભૂ વળી ને જતા જે તરફ,*
*એ ઘરો તૂટતા...ખૂટતા જાય છે,*
*કોણ જાણે કયો શાપ લાગી ગયો,*
*લીલાછમ માણસો...રણ થતા જાય છે,*
*જે ઘરો માં જઈ સહેજ હળવા થતા,*
*બારણાં એ બધા...બંધ થતા જાય છે,*
*ભાઈ કહેતા'તા સાચું તમે,*
*સ્થાન હળવાશના...કમ થતા જાય છે...*