ડીફેન્સીવ રમી 40 પુરા કર્યા,
હવે ખભા ઉંચકવા છે,
ચોક્કા છક્કા મારવા છે,
હવે જ ખરી મજા છે.
તનથી થાક્યો છુ જરા,
મનથી હાર્યો જરાય નથી,
હવે બમણા ઉમંગથી રમવુ છે,
હવે જ ખરી મજા છે.
ઇન્જરી, સ્લેજીંગ, ખોટી અપીલો,
કેટલુ બધુ સહન કર્યુ !
હવે આ બધુ ગણકારવુ નથી,
હવે જ ખરી મજા છે.
આઉટ થવુ મંજુર છે,
રીટાર્યડ હર્ટ થવુ નથી,
ખુમારીથી રમ્યો છુ,
ખુમારીથી રમવુ છે,
હવે જ ખરી મજા છે.
સેન્ચુરી ભલે ના થાય,
70, 80 માં આઉટ ભલે થવાય,
બાકીની ઈનીંગ મસ્તીથી રમવી છે,
હવે જ ખરી મજા છે.
ટીમને જીતવા જોઈતા રન કરી લીધા,
બાકીનુ હવે ટીમ પર છોડી,
મારે મારી રીતે રમવુ છે,
હવે જ ખરી મજા છે.
સામે ઉભેલો પાર્ટનર,
છેલ્લે સુધી સાથ આપે.....
તો એક યાદગાર ઈનીંગ રમવી છે,
હવે જ ખરી મજા છે.
Enjoy Life,
40+ Friends
Dhaval (સમય...)