મને મળી ગયું ત્યાં તમામ શબ્દોના સંસારમાં.
પછી ના રહેતી કોઈ હામ શબ્દોના સંસારમાં.
સદા સહવાસ શબ્દોનો સાંપડે સર્વ સુખધામ,
એમાં કૃપા પરખાય શ્રીરામ શબ્દોના સંસારમાં.
ભાવના ભરપૂર ભરેલી ભાસતી ભિન્ન ભાગે,
મારે શબ્દો એ જ તીર્થધામ શબ્દોનાં સંસારમાં.
સુંદર, સુંવાળા, સત્વશીલ સર્વદા સાનુકૂળ,
એના વિના જીવન સૂમસામ શબ્દોના સંસારમાં.
હોય મારે પ્રાણવાયુ હાથવગું હથિયાર હંમેશ,
દાતા મા શારદાને હોય પ્રણામ શબ્દોના સંસારમાં.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.