એક સ્ત્રી છું
વહાલ કરો તો મલકાઉ ને અવગણો તો ઉશ્કેરાઉ
લાગણીઓને બજેટમાં રાખીને નથી ચાલતી એટલે જ વારે-તહેવારે અવાર-નવાર શોપિંગ કરુ છું
મારું એક સ્મિત માત્ર સો સમસ્યાઓ ઊભી કરે, ને ક્યારેક એ જ સ્મિતથી સમાધાન
પરિચય બધાનો રાખુ છું અને પરચો પણ પરિચયને અનુરૂપ આપું છું..