વરસાદ તો ખૂબ વરસી ગયો પણ,
તારા પ્રેમ ના બે ઘૂંટ પીવા માટે,
તરસી જવાય છે...
એક શહેર માં રેહવા છતાં,
તને એક નજર જોવા માટે,
તરસી જવાય છે...
સ્પર્શ નો પેહલો અનુભવ તાજો જ છે છતાં,
તે અનુભવ ફરી કરવા માટે,
તરસી જવાય છે...
"નથી ગમતું તારા વગર",
આ નાની વાત તને સમજાવવા માટે,
તરસી જવાય છે...
ખુદ ને તારી સમજવા માટે,
અને ખુદ ને તારા માં જ માણવા માટે,
તરસી જવાય છે...
એક વખત તો રોકાય જવું હતું મારા માટે,
આજે પણ તને શોધવા માટે,
તરસી જવાય છે...
નખ માં નેલપેન્ટ આજે પણ કરું છું પણ,
તારા હાથે અસ્તવ્યસ્ત નેલપેન્ટ કરાવવા માટે,
તરસી જવાય છે...
કૃષ્ણ કૃષ્ણ તો ઘણી વખત બોલું છું,
પણ તને "કાના" કહેવા માટે,
તરસી જવાય છે...
બધા વાંચે છે મારી કવિતા નીચે "રાધું",
પણ તારા મુખે "ઑય રાધુંળી" સાંભળવા માટે,
તરસી જવાય છે...
હીમાશ્રી...
"રાધું"
#my_words ...