Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મંગલમ્.. મંગલમ્

એવા કેટલા છે જેને આ પૃથ્વી ઉપર વસતા હોવા છતાં મંગળ ગ્રહ સાથે વેર હોય? વેર શું ટોટલ દુશ્મની જ હોય...

એકાદ અવેંજર જેવો પાવર મારામાં આવી જાય તો તો મા કસમ એ મંગળ ગ્રહના ફુરચે ફુરચા ઉડાવી નાખું, તોડી નાખું, ભાંગી નાખું, ભુક્કો કરી નાખું...એવું મનમાં ને મનમાં એક દિવસમાં દસ વખત વિચારતા હોય એવા કેટલા? ?

નોર્મલ લોકોને લાગે કે આ મેં શું ચાલું કર્યું પણ મંગળની પીડા તો જેને એ નડતો હોય એ જ જાણે! કોઈ સારું કાર્ય કરવા આગળ વધે, ખાસ કરીને લગ્ન માટે પાત્ર જોવાની વાત આવે કે તરત જ મંગળ યાદ આવી જાય...જેની જેની કુંડળીમાં મંગળ હોય એમને લગ્ન પણ એવી જ કુંડળી ધરાવતા પાત્ર સાથે કરવા પડે અને અહીંથી જ શરૂ થાય...એક નવી કહાની!

નજર સામે આવતા જ ગમી ગયેલું પાત્ર, સારામાં સારું પાત્ર ફક્ત એટલાં માટે જવા દેવું પડે કે એનામાં મંગળ નડે છે..! એ દર્દ, એ પીડા આજીવન રહેવાની...અને મંગળ પ્રત્યેની સ્પેશિયલ ફિલીંગ પણ..!

ચાલો સારું પાત્ર મળી ગયું, કુંડળીમાં મંગળથી મંગળ મળી ગયો પણ જીવનમાં મંગળનો પ્રવેશ ના થાય તો શું કરવું...? લગ્ન થઈ ગયા બાદ આપસમાં મનમેળ આવશે જ એવી ગેરંટી આપતો કોઈ ગ્રહ ખરો...!

આપના લગ્ન સમયે કોઈ ગ્રહ નડ્યો હોય કે ફળ્યો હોય તો મને જરૂર જણાવજો...?
#નિયતી
#niyatiKapadia

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111281432
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now