આનાથી વધારે હવે હૈરાની શુ હોય શકે....
દરિયો પીધા પછી પણ પ્યાસ હોય શકે...
રઝડપાટ જિંદગી ની ઓછી થાય નહિ...
અંતર નો આ જ કદાચ વિકાસ હોય શકે...
સૂકા સબંધો માં છાયા કદીયે હોય નહિ....
સબંધો નો પણ અંતિમ શ્વાસ હોય શકે...
નહિતર આ બીમારી એમ લાગુ પડે નહિ...
પ્રેમ માં મારા ક્યાંક એમ કચાસ હોય શકે...
કલમ ઉપાડે દેવ અને શબ્દો મળે નહિ....
આ રચનાઓ પણ અનાયાસ હોય શકે....