જીવનમાં તમને જે મળ્યું છે એમાં જ ખુશ રહેશો તો જીવનની ખુશી વધી જાશે અને જીવન એકદમ સરળ લાગશે.
બાકી જો બીજા પાસે શું છે એ જોશો તો ક્યારેય ખુશ નહીં રહી શકો.
બીજા પાસે શું છે તેને મહત્વ આપવા કરતાં તમારી પાસે જે છે તેને મહત્વ આપો.
તમે જેવા છો એવા રહેશો તો જ જીવનમાં આગળ વધી શકશો.બાકી બીજા ને અનુસરીને ક્યારેય જીવનમાં આગળ નથી વધી શકાતું.
બીજા ને શું મળ્યું એ વિચારવા કરતા તમને જે મળ્યું છે એ વિચારો.બીજા શું કરે છે એ જોવા કરતા તમે શું કરી શકો છો એ જોશો તો સફળતા હંમેશા તમને જ મળશે.
રાધે ક્રિષ્ના