Happy Birthday Shah Rukh Khan ?
હાલ ભલે એની ફિલ્મો બહુ ચાલતી ન હોય પણ વરસો પહેલાં એની દિવાળીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ જોવા અમે લોકો સહકુટુંબ જતા, ત્રણ પેઢીના બધા લોકો એક સાથે થીએટર ભરી દેતા...અને જે મજા આવી જતી, નાનકડા શહેરના, નાના સિનેમા હોલમાં જ્યાં બધા જ એકબીજાને લગભગ ઓળખતા હોતા...ક્યાંક હસવા જેવું આવે ત્યારે બધા ખડખડાટ હસી પડતાં એ અવાજ હજી સંભળાય છે, કોઈ દુઃખદ ઘટના બતાવે ત્યારે કેટલીક સ્ત્રીઓ અને કેટલાક પુરુષોના પણ ડૂસકા સંભળાતા...હીરોઈનની એન્ટ્રી પર એના ઘરેણાં, કપડાં વગેરે ઉપર એ જ સમયે સ્ત્રીઓ વચ્ચે ચર્ચા ચાલું થઈ જતી અને પછી ઘરનાં નાના છોકરાઓ બૂમો પાડી પાડીને અવાજ બંધ કરાવતા...એ બધું જ આજ ફરી યાદ આવી ગયું...?
કેટલાક ડાયલોગ હજી યાદ આવે,
“હારકર જીતને વાલે કો બાઝીગર કહતે હૈ"
“પ્યાર દોસ્તી હોતા હૈ, મેં કિસી એસી લડકી સે પ્યાર કર હિ નહિ શકતા જો મેરી સબ સે અચ્છી દોસ્ત ના હોં!"
“ઈન્સાન જનમ એક બાર લેતાં હૈ, મરતા એક બાર હૈ ઔર પ્યાર ભી એક બાર હિ કરતાં હૈ" કહી કહીને એને જ બીજી વખત, બીજી હિરોઈન પાછળ ભાગતો બતાવે એ જોવાની પણ મજા આવે!
“માય નેમ ઈઝ ખાન"
“ચેન્નઈ એક્સપ્રેસ" નો મીઠાઈ વાળો, “હેપ્પી ન્યૂ યર" નો ચોર, “રા- વન"નો રોબોટ, “દિલવાલે" નો મિકેનિક કે જીરોનો ઠિંગુજી...મને તો એ દરેક રૂપમાં જોવો ગમ્યો જ છે!
“મેં તેરા હાય રે, હાય રે જબન ફેન હો ગયા"
“દિલ તો પાગલ હૈ... દિલ દિવાના હૈ..."
“તુજે દેખા તો યે જાના સનમ..."
“હમ કો હમી સે ચૂરાલો...દિલ મેં કહી તુમ છુપાલો..."
“ચલ છૈયા...છૈયા...છૈયા..."
“બન કે તિતલી દિલ ઉડા...ઉડા..ઉડા...હૈ કહી દૂર..."
શાહરૂખની ફિલ્મ હોય અને મસ્ત ગીતો ના હોય તો જ નવાઈ લાગે... એની ફિલ્મના કેટલાય ગીતો મારા દિલની ખૂબ નજીક છે...હજી કંઇ ગાવાનું મન થાય તો એ પહેલાં યાદ આવે...!!