Gujarati Quote in News by Rinku Panchal

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અને ફરી એક વાર,
‘મમતા’ વાર્તાસ્પર્ધા ૨૦૧૯
આ સ્પર્ધામાં કોઈપણ નવોદિત કે પ્રસ્થાપિત લેખક ભાગ લઈ શકે છે. કોઈ પણ સ્પર્ધક વધુમાં વધુ બે વાર્તા મોકલી શકે છે. વાર્તાની શબ્દસંખ્યા ૧૦૦૦થી ૨૦૦૦ની આસપાસ હોય તથા જોડણી સાર્થ જોડણી કોશને અનુરૂપ હોય તે ઇચ્છનીય છે.
દરેક વાર્તાના પહેલા પેરાગ્રાફમાં નીચેના ત્રણમાંથી એક વાક્યનો ઉપયોગ થવો જરૂરી છે:
1. હા, પણ હવે––
2. હું મોઢાની મોળી, ને તમારા ભાઈઘરમાં ન મળે.
3. દીઠાનું ઝેર છે ને ભાઈ, દીઠાનું ઝેર છે.
તથા છેલ્લા પેરેગ્રાફમાં નીચેનાં ત્રણમાંથી એક વાક્યનો ઉપયોગ થવો જરૂરી છે.
1. અરે, તમે જોયું હોય તો એના મોઢા ઉપરથી માખ ન ઊડે
2. ખાલી ચણો વાગે ઘણો
3. તો એ શું કહે ખબર છે? કહે “ઉ–લાલા!”
કથાબીજ પરિકલ્પના: અવિનાશ પારેખ, સંચાલક ‘કોફી મેટસ’, મુંબઈ

વાર્તાસ્પર્ધાની વિજેતા વાર્તાઓને “કોફીમેટસ”, મુંબઈ સંસ્થાના તરફથી નીચે મુજબ ઈનામો આપવામાં આવશે.
પહેલું ઇનામ "વાર્તા ચંદ્રમણિ" – રૂ. ૫૧,૦૦૦,
બીજું ઇનામ "વાર્તા વલલભ" – રૂ. ૨૧,૦૦૦ અને
ત્રીજું ઇનામ "વાર્તા નલિનકુંજ" – રૂ. ૧૧,૦૦૦ એમ ત્રણ મુખ્ય ઇનામો
તથા ૧૦ સન્માનિત વાર્તાઓને રૂ. ૧,૦૦૦–૧,૦૦૦નાં ઇનામો

પ્રબંધ સૌજન્ય: રાહુલ શુક્લ, એસ. એસ. વ્હાઇટ, સુરેન્દ્રનગર
મીડિયા પાર્ટનર: “ચિત્રલેખા સાપ્તાહિક”, મુંબઈ
સ્પર્ધામાં વાર્તા મોકલવાની કોઈ ફી નથી; પરંતુ સ્પર્ધામાં મોકલેલી દરેક વાર્તા સાથે (બે વાર્તા મોકલો તો બંને સાથે અલગ અલગ) નીચે મુજબ જાહેરનામું સહી કરીને બીડવું અનિવાર્ય છે.
જાહેરનામું
પ્રતિ શ્રી ‘મમતા’ મંડળી
આ વાર્તા મારી મૌલિક કૃતિ છે, અને આજપર્યંત એ કોઈ સામયિક, રેડિયો, ઇન્ટરનેટ, ફેસબુક, વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા યા બીજા કોઈ પણ માધ્યમમાં પ્રકાશિત કે પ્રસારિત થયેલી નથી.
હું સમજું છું કે સ્પર્ધામાં મોકલેલી દરેક વાર્તાના પ્રથમ પ્રકાશનનો અધિકાર ‘મમતા’ને છે. અને સ્પર્ધાનું પરિણામ જાહેર થાય ત્યારપછી વાર્તાને ‘મમતા’માં અથવા ‘મમતા’ની સંમતિ સાથે અન્ય કોઈ માધ્યમમાં પ્રગટ કરી શકાશે.
હું સમજું છું કે હસ્તલિખિત, કે સ્કેન કરેલી, કે પીડીએફ ફોરમેટમાં વાર્તા સ્પર્ધામાં સ્વીકારવામાં આવશે નહીં.
આ વાર્તા કોમ્પ્યુટર પર શ્રુતિ ફોન્ટમાં વ્યવસ્થિત ટાઇપ કરીને ઈ-મેઈલ મારફતે સબ્જેક્ટમાં ‘મમતા વાર્તાસ્પર્ધા ૨૦૧૯ માટે’ એવા સ્પષ્ટ ઉલ્લેખ સાથે RahulShukla@sswhite.net ઉપર ઇમેઇલથી મોકલેલ છે.
સોફ્ટકોપી ચેકલિસ્ટ

o જાહેરનામું
o વાર્તા ઉપર શીર્ષક કે લેખકનું નામ લખ્યું નથી.
o અલગ વર્ડ ફાઇલમાં વાર્તાનું શીર્ષક
o વાર્તાની મેટર
o લેખકનું પૂરું નામ
o સરનામું
o પચાસ શબ્દોમાં પરિચય
o તસવીર
o મોબાઇલ નંબર
o અને ઈમેઈલ એડ્રેસ એટેચ કરેલ છે.
o આ વાર્તાની નકલ મેં મારી પાસે રાખી છે.


તથા આ વાર્તાની પ્રિન્ટેડ કોપી ટપાલથી નીચેના સરનામે મોકલેલ છે.
એસ. એસ. વ્હાઇટ ટેક્નોલોજીઝ, વઢવાણ, ગુજરાત તેમજ ઈમેલથી RahulShukla@sswhite.net પર સોફ્ટ કોપી બંને રીતે મોકલેલ છે.

.............................................. ................................
સ્પર્ધકની સહી તારીખ

પ્રિન્ટેડ કોપી ચેકલિસ્ટ

o કોમ્પ્યુટર પર શ્રુતિ ફોન્ટમાં વાર્તાની પ્રિન્ટેડ કોપી
o વાર્તા ઉપર શીર્ષક કે લેખકનું નામ લખ્યું નથી.
o અલગ કાગળ ઉપર વાર્તાનું શીર્ષક,
o લેખકનું પૂરું નામ,
o સરનામું,
o પચાસ શબ્દોમાં પરિચય,
o તસવીર,
o મોબાઇલ નંબર,
o ઈમેઈલ એડ્રેસ પ્રિન્ટ કરીને મોકલેલ છે.
o આ વાર્તાની નકલ મેં મારી પાસે રાખી છે.

હું સમજું છું કે સ્પર્ધાના પરિણામ અંગે પત્ર, ઇમેઈલ, ફોન કે મેસેજ દ્વારા કોઈ જ ચર્ચા કે પૂછપરછ થઈ શકશે નહીં. હું સ્વીકારું છું કે સ્પર્ધાના નિર્ણાયકોનો મત આખરી અને બંધનકર્તા રહેશે.

.............................................. ................................
સ્પર્ધકની સહી તારીખ

વાર્તા મોકલવાની છેલ્લી તારીખ ૩૦મી નવેમ્બર ૨૦૧૯

Gujarati News by Rinku Panchal : 111280707
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now