Gujarati Quote in Blog by अब ला इलाज हो गए है देव बाबू...

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધોનુંગણિત....
પારકાને પોતાના અને પોતાનાને પારકા....
કરવાની આ રમતમાં....

તમે જીત્યા અને હું હારી ગયો....
પણ મેં મારી જાતનો આબાદ બચાવ કરી લીધો....

આપણે જેની નજરની આસપાસ જ રહેતા હોઈએ....
પળેપળ અડખે ને પડખે જ....
એની નજરમાં આપણે કાંઈ જ નથી હોતા....
માત્ર એક શૂન્ય જેટલી જ કિંમત હોય આપણી....

અને એમના થી જે દૂર હોય....
એમને મન એ જ સર્વસ્વ હોય છે....

જ્યારે આપણે એમને નજર થી....
સદાય માટે દૂર થઈ જઈએ છીએ....
ત્યારે એ એકલા થઈ જાય છે....

ને ત્યારે જ એમને આપણી....
હાજરી ગેરહાજરી નું મૂલ્ય સમજાય છે....

પણ ત્યારે આપણી નજર માંથી....
એ લોકો સદાય માટે ઉતરી ગયા હોય છે....

જે હવે ફરી વસી શકે એમ નથી હોતું....
કેમકે,
અમુક આંસુઓ સ્મિત માં તબદિલ થઈ શકતા નથી....

Gujarati Blog by अब ला इलाज हो गए है देव बाबू... : 111280564
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now