નામ કોઈ કોઈ આમ તો, એ ગુમનામ હોય છે,
નામ નામી એક અદ્વૈત માં, ઠરીઠામ હોય છે;
નામની મહિમા, નામથી રૂપ રંગ ગુણ જાણવા,
નામદાર આપ માં, રૂઆબદાર એ નામ હોય છે;
નામે તાર્યા કેટલાય , ડૂબી ગયા અગણિત પણ,
હરતા દુઃખ દર્દ ભક્તિ માં, એ હરિનામ હોય છે;
નામના પ્રવાહમાં ભળ્યા , શક્તિ ના સ્વરૂપ માં,
નામ એક શબ્દ બ્રહ્મ શ્વસતા જ,આરામ હોય છે;
શ્યામ સુંદર મુરલી મનોહર, ગોવર્ધન કુંજ વિહારી,
બલિહારી છે નામની, ગુરુમુખીને સલામ હોય છે;