જ ગતમાં નામ તમારું વિખ્યાત જલારામ તમે.
લા ધ્યું સાફલ્ય જીવનનું સાક્ષાત જલારામ તમે.
રા મ રીઝયા રોટલે ભૂખ્યાંને ભાત જલારામ તમે.
મ ન ગુરુ ભોજલના ચરણે નિરાંત જલારામ તમે.
ત ન મન ધનથી સંતચરણે પ્રભાત જલારામ તમે.
મે ળવ્યું હરિદર્શન સેવે અભ્યાગત જલારામ તમે.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.