Gujarati Quote in Good Morning by Sujal B. Patel

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેટલી અજીબ વાત છે.
એક છોકરી હંમેશા એવું ઈચ્છે છે કે તેના સાસુ-સસરા તેને દિકરીની જેમ રાખે.
પણ તે ક્યારેય તેને પોતાના મમ્મી-પપ્પા નહીં સમજતી.
કેટલું મુશ્કેલ છે એક છોકરા માટે તેની પત્ની અને મમ્મી-પપ્પા માંથી કોઈ એક ને સિલેક્ટ કરવું.
દુનિયામાં બધી જગ્યાએ આવું નથી હોતું પણ અમુક જગ્યાએ આજ પણ આવું જ છે.
હું તો કહું છું કે 90% જગ્યાએ આવું છે.એટલે તો પહેલા ના પ્રમાણ કરતાં આજના પ્રમાણમાં બુઢ્ઢા આશ્રમ વધી ગયા છે.
લોકો બુઢ્ઢા આશ્રમ માં જઈને દુવા મેળવવા બધાને ભોજન કરાવે છે અને વસ્ત્ર દાન કરે છે,પણ જો તમે તમારા મમ્મી-પપ્પા ને સાચવી શકો તો બીજા ના મમ્મી-પપ્પા પાસે થી આશીર્વાદ મેળવવા ની કોઈ જરૂર જ નહિ રહે.
તમે‌ સાસુ સસરા પાસે એવી ઉમીદ રાખો કે એ તમને દિકરીની જેમ રાખે તો સામે તમે પણ તેને પોતાના મમ્મી-પપ્પા સમજો.
એક છોકરા માટે તેની પત્ની અને મમ્મી-પપ્પા માંથી કોઈ એક ને સિલેક્ટ કરવું બહુ અઘરું છે.આવુ કરતા પહેલા એકવાર વિચાર કરજો કે એ જ છોકરો તમને તમારા પતિ અને મમ્મી પપ્પા માંથી કોઈ એક ને સિલેક્ટ કરવાનું કહે તો તમને કેટલો આઘાત લાગે.
જેમ તમારે તમારા મમ્મી-પપ્પા મહત્વ ના હોય એમ છોકરાઓ માટે પણ તેના મમ્મી-પપ્પા મહત્વ ના હોય છે.છોકરાઓને પણ દિલ હોય છે,અને એ‌ દિલ માં પણ ફિલીંગ હોય છે.તમારા એવા વર્તન થી એ લોકો પણ એટલા જ દુઃખી થાય છે જેટલા તમે થાવ છો.
તો કોઈ છોકરાને એવું કહેતા પહેલાં એકવાર તમારી જાતને તેની જગ્યાએ રાખી વિચારી જોજો.
મારી આ પોસ્ટ થી જો કોઈ એક વ્યક્તિ પણ સમજી શક્યો ને તો હું સમજીશ કે દુનિયામાં આજ પણ ઇન્સાનિયત જીવતી છે.

રાધે ક્રિષ્ના

Gujarati Good Morning by Sujal B. Patel : 111280251
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now