સુકાયા સરોવર, હંસરાજ પાંખ પસારી લે,
ખૂટ્યા અન્ન જળ , જીવડા પાંખ પસારી લે;
ભોગની છે લાલસા, ઐશ્વર્ય પામવું અંદાજે,
ત્યાગીને તત્પર ઉદાસીમાં, પાંખ પસારી લે;
મમત્વ ના માળિયામાં, ઈચ્છા તૃષ્ણા ઘરેણાં,
માયા મેલી અંતરંગ દિલથી, પાંખ પસારી લે;
કર્મલોકમાં ગતિ ગહન છે, બંધનને મુક્તિ ની,
સ્વૈરવિહારી સ્વત: આત્મા, પાંખ પસારી લે;
મુસાફરી છે થોડીક, શ્વાસની ધમણ ફૂંકવાની,
આનંદ મંગલ સ્વરૂપ પામવા, પાંખ પસારી લે;
:::::::::::::??::::::::::??:::::::;:;::