ક્યાં છું શામિલ હું, મૌજ દરિયા ની ફક્ત
આબ એ હયાત તું, મૌજ મિલન ની ફક્ત;
વરસી જવાનું વાદળ બની, સ્નેહ નું ફક્ત,
ધરા કરે અધરામૃત પાન , એ પ્રેમ નું ફક્ત;
અતૃપ્તિ અનંત કાળની, અનુરાગ માં રાગી,
વિતરાગ ભાવના ની છે, અનુભૂતિ જ ફક્ત;
ભોગવે છે ત્યાગી ને, નૈષ્કર્મણ્ય સિદ્ધિ માં,
સ્થૂળ સૂક્ષ્મથી પર, અપરોક્ષ હયાતિ ફક્ત;
આનંદ મંગલ સ્વરૂપ છે, અસ્તિત્વ છે તત્વ,
દેહમાં મહાદેવ નું અસ્તિત્વ,કુદરતી છે ફક્ત;
::::::::::::;??:::::::::::::??:::::::::::::