_લાગણી થી ખળખળો તો છે દિવાળી,_
_પ્રેમ ના રસ્તે વળો તો છે દિવાળી,_
_એકલા છે જે સફર માં જિંદગીની,_
_એમને જઈ ને મળો તો છે દિવાળી,_
_છે ઉદાસી કોઈ આંખો માં જરા પણ,_
_લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી,_
_જાત થી યે જેમણે ચાહયા વધારે,_
_એમના ચરણે ઢળો તો છે દિવાળી,_
_દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું_
_ભીતરેથી ઝળહળો તો છે દિવાળી._
_*દિવાળી પર્વ ની શુભેચ્છાઓ*_