Gujarati Quote in Blog by Er.Bhargav Joshi અડિયલ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાગણીથી ખળખળો તો
છે દિવાળી,
પ્રેમના રસ્તે વળો તો
છે દિવાળી.

એકલા છે જે સફરમાં
જિંદગીની,
એમને જઈને મળો તો
છે દિવાળી.

છે ઉદાસી કોઈ આંખોમાં
જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો
છે દિવાળી.

ઘાવ જે લઈને ફરે છે કૈક
જૂના,
પીડ એની જો કળો તો
છે દિવાળી.

જાતથી યે જેમણે ચાહયા
વધારે,
એમના ચરણે ઢળો તો
છે દિવાળી.

દીવડાઓ બ્હાર પ્રગટાવ્યે
થશે શું ?
ભીતરેથી ઝળહળો તો
છે દિવાળી.

તમામ મિત્રો અને સ્નેહીજનો ને મારા અને મારા પરિવાર વતી દિવાળી ની હાર્દિક શુભકામનાઓ...???

♡♥♡Happy Dipawalii♡♥♡

Gujarati Blog by Er.Bhargav Joshi અડિયલ : 111277907
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now