Gujarati Quote in Thought by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અંકો ની વ્યાખ્યા
પણ કેવી વિચિત્ર કહેવાય
જ્યારે કમાવા જાવ
ત્યારે ૧ કરતા ૨ મોટો ગણાય
અને
સ્પર્ધા માં હોવ
ત્યારે ૨ કરતા ૧ મોટો ગણાય.

દુખ ઘણુ છે ઍમ ના કહો,
'સહનશક્તિ' ઓછી છે ઍમ કહો..
'સહેતા' આવડી જાય,
તો...
'રહેતા' પણ આવડી જાય છે…

આવક પૂરતી ન હોય ત્યારે ખર્ચમાં
અને જાણકારી પૂરતી ન હોય ત્યારે ચર્ચામાં
મર્યાદા રાખવી..

મફતમાં તો કુદરતે પણ,
કાંઇ જ નથી આપ્યું સાહેબ
એક શ્વાસ લેવા માટે પણ,
એક શ્વાસ છોડવો પડે છે.

એક જ ભવમા અનેક અનુભવ કરાવતી જિંદગી...!!!

કિનારે પહોચવું
એટલું સહેલું નથી,
અહી સાગરના મોઢે
પણ ફીણ આવી જાય છે.

મજબૂત થવાની મજા ત્યારેજ
આવે છે સાહેબ,
જ્યારે આખી દુનિયા કમજોર
કરવા જોર કરતી હોય.

ભણતી વખતે જેટલી પરીક્ષા
નહોતી આવતી એટલી ભણી લીધા પછી આવે છે ,
અને એ પરીક્ષા નું નામ છે
*"સંસાર“*

Gujarati Thought by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111277543

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now