. *ચાલશે* ?
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
જીવનના રસ્તા પર તો, દોડવાનું હોય !
થાકીને બેસી જઈશો, તો કેમ ચાલશે ?
દરેક દુઃખને હાર જીતમાં, અપનાવવાનું હોય !
દુઃખ જોઈ ખોટા વિચારો કરશો,તો કેમ ચાલશે ?
આપણી હાર જોઈ રહ્યા છે, આપણા દુશ્મનો !
આપણે આગળ કદમ નહિ ઉપાડીએ,તો કેમ ચાલશે ?
જીવન એક રંગમંચ છે, ભગવાન વગર અધૂરું બધું !
એને જ ભૂલી નાસ્તિક થઈશું,તો કેમ ચાલશે ?
જીવનની વચ્ચે મૃત્યુ ક્યારે આવે કોને ખબર ?
પીડાથી ડરી; ખુદને તકલીફ આપશું,તો કેમ ચાલશે ?
જીવનના રસ્તા પર તો, દોડવાનું હોય !
થાકીને બેસી જઈશો, તો કેમ ચાલશે ?
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*ધવલ રાવલ*
TRUST ON GOD