#નિયતી #niyati
અમ સ્ત્રીઓની એક ખાસિયત હોય, ભલે ગમે તેવું સામેવાળાને કહી દે પણ ધ્યાન રાખે કે સામેવાળાને હર્ટ ના થાય... ખાસ કરીને એવી વ્યક્તિઓને જેના ઉપર અમ સ્ત્રીઓને થોડી વિશેષ લાગણી હોય...?
કોઈ સાથે દોસ્તી કરી, મનોમન પ્રેમ પણ થઈ ગયો, સાથે હર્યા - ફર્યા અને એક દિવસ લાગે કે પેલો પ્રપોઝ કરશે જ ત્યારે એને કહી દેવાનું,
“આઇ લવ યુ યાર... બટ એઝ અ ફ્રેન્ડ!"
શાંતિથી સમજાવટના સૂરમાં...પેલા બિચારાને હર્ટ ના થવું જોઈએ! કારણ ખાસ કંઈ નહિ...પણ પપ્પા નહિ માને એ ચિંતા હોય એટલે જ પેલાને “ના" કહેવું પડે. પ્રેમનું ગળું ઘોટવું પડે! પપ્પાની પરી, ઘરનું માન, મોંભો, ઈજ્જત, આબરૂ...કેટકેટલા લેબલ લગાડી રાખ્યા છે અમ સ્ત્રીઓ પર પછી કરવું શું? ના પપ્પાને હર્ટ કરાય, ના પ્રેમીને એટલે જ કોઈને હર્ટ ના થાય એમ વચલો રસ્તો અમ સ્ત્રીઓ શોધી લઈએ...પ્રેમી હોય તો દોસ્ત બનાવી લેવાનો અને દોસ્ત હોય તો ભાઈ...!
પાછી આ કોઈને હર્ટ ના કરવા વાળી લાગણી શાકભાજી વાળા, કરિયાણા વાળા, ટેલર ભાઈઓ, પતિના મિત્રો, પતિના મિત્રોની પત્નીઓ, જેની સાથે વધારે ઓળખાણ ના હોય એવી બધી જ વ્યક્તિઓ પર ઉમટી પડે...પણ પતિ ઉપર એને હર્ટ ના થાય એવી રીતે વાત કરવાનું અમ સ્ત્રીઓને જરા ઓછું ફાવે...પેલું શું થાય કે ત્યાં જુઠ્ઠું બોલવું ફાવે નહિ, આગળ એમણે કે એમના પરિવારમાંથી કોઈએ ને કોઈએ અમ સ્ત્રીઓને કંઈ કંઈ એવું કહ્યું જ હોય જે અમ સ્ત્રીઓને આજીવન યાદ રહી જાય અને જ્યારે પતિ સાથે કોઈ મુદ્દે ગરમાગરમ ચર્ચા ચાલતી હોય ત્યારે જ એ પાછું યાદ પણ આવી જાય... પછી એમને હર્ટ થવું હોય તો થાય... શબ્દોનો બદલો શબ્દોથી ચૂકવવાનો જ...એ વણલખ્યો નિયમ અમ સ્ત્રીઓ પાળીએ..?
હા...આ ફેસબુક પર બધા મિત્રો સાથે અમ સ્ત્રીઓ કોઈને હર્ટ ના થાય એનું ધ્યાન રાખે... કોઈ આડીઅવળી કોમેન્ટ કરે તો એને બ્લૉક કરી દઈએ પણ એને હર્ટ થાય એવો જવાબ તો ના જ આપીએ..!
અમ બધી સ્ત્રીઓને ભગવાને એક જ માટીમાંથી નથી ઘડી એટલે બધી સ્ત્રીઓ આ જે મેં લખ્યું એવું જ ના પણ કરતી હોય એ ધ્યાનમાં રાખવું...?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?