નજર પ્રેમથી સ્પર્શતી , દિલ દિલાસો છે,
ભાવ ઉદ્દીપન કરે જ્યાં ,દિલ દિલાસો છે;
પ્રગટતી સંવેદના ને, પરવરતી હ્દયે જરાક,
સ્નેહ સરવાણી ફૂટે,જ્યાં દિલ દિલાસો છે;
મટાડે પછી ભેદભરમ, એકત્વ અનુરાગ માં,
તૂં તૂ મૈં મૈં પછી મટે જ્યાં, દિલ દિલાસો છે;
સહી ના શકે દર્દ વિરહી, એકાંત અરણ્યમાં,
મીઠડા અશ્રુઓ વહે જ્યાં, દિલ દિલાસો છે;
આનંદ પામવાની કળા, અંતરંગ રાગાત્મિકા,
હસ્તિ જ ખૂદની ભૂલે જ્યાં દિલ દિલાસો છે;
==={{}}==={{}}==={{}}==={{}}===