દર્દ આપે તો ચાલશે, તું દિલાસો ના આપ,
ઝખ્મો ગહેરા ચાલશે, મલમપટ્ટી ના આપ;
ભોળા દિલનો ભાવના માં અટવાઈ બધેય,
સ્થિરતા એક સ્વરૂપે, તું રખડપટ્ટી ના આપ;
ઝાઝા સ્વરૂપ માં સંચર્યો, લીલા કરી અનેક,
દ્વેતભાવે વિરહ તણી, રસાળ કટ્ટી ના આપ;
મિલન ના માધુર્ય ને, પચાવી શકતા મનોરથો,
દર્શન દુર્લભ ચૈતન્યમય, તું ચટપટી ના આપ;
આનંદ ની અનુભૂતિ, અભિપ્સા અંતર મનમાં,
માયિક પદાર્થ ની પળોજણ ,ખટપટી ના આપ;
============================