સરબત આજે ખૂબ ખુશહાલ ચહેરે વલલરી સાથે ગરબા માં જઈ રહયો હતો.બન્ને પતિ પત્ની હતાં. અને સારા હોદ્દા પર નોકરી કરી રહ્યાં હતાં.
ભગવાન ના દિવા કરતાં કરતાં ઝંખનાબેન ની આંખ માં આંસુ આવી ગયાં. આજે એમને જનકભાઈ ની ખૂબ યાદ આવી ગઈ હતી. નજર સમક્ષ તો રોજ દેખાય જતાં.
પણ આજે દિકરા અને વહુને ગરબી માં રમવા જતાં જોઈ એમને એમનો ભૂતકાળ નજર સમક્ષ યાદ આવી ગયો. ઝંખનાબેન ને ખૂબ શોખ ગરબા નો પણ જયાર થી સરબત નો જન્મ થયો તો એ નિકળી નહોતા શકતા .કયારેક સરબત બિમાર હોય..કયારેક એની પરીક્ષા..ઝંખનાબેન ને જયંતિભાઈ ખૂબ કહેતાં હું રાખીશ પણ તું તારાં શોખ ને ના માર. પણ પુત્ર પ્રેમ માં એમને એમનાં શોખ સાવ નાનકડાં બિંદુ જેવાં લાગ્યા.
પણ આજે એમને ખૂબ દુઃખ થયું કે હજું જયંતિભાઈ ને ધામ ગયે હજુ છ મહિના પણ નહોતાં થયાં ને સરબત આજે વલલરી સાથે ગરબા માં જતો હતો. જાય ..ખુશ રહે એની સામે ઝંખનાબેન ને શું વાંધો હોય? પણ જે પિતા એ આજે એને મોટો કર્યો ..પગભર કર્યો તો ..એક વર્ષ પત્ની સાથે ગરબા રમવા ના જાય તો શું જવાનું હતું એનું????
બસ ઈશ્વર સમક્ષ વાત કરતાં ઝંખનાબેન મન ની વાત કરી રહ્યા હતાં.
રુપલ મહેતા (રુપ ) ✍ 4/10/19