*મા ની કૃપા* 22-10-2019
ચેહરમાંની કૃપા ઘણી કે ચાલતા આ શ્વાસ છે,
લોક છો ને મારે મેણાં મારે એનો એક આધાર છે.
જીંદગીભર ભટકી અહીંયા તહીં ત્યારે મળ્યાં માત છે,
આખું જગત ઝંખે મેળવવા જેને,એનો મળ્યો સાથ છે.
ભલે દેખાય સૌ જોશે ભરેલા અહીં સૌ ખાલીખમ છે,
ચેહરમાં ની કૃપા થી મારે તો અહીં લીલાલહેર રોજ છે.
ચેહરમાં ની કૃપા થકી જ આ જગ પ્રેમથી જિતાય છે,
મળતો તમારો આશરો જ એ થોડો ઘણો આભાસ છે.
ભલે માર્ગો હજારો પ્હોંચવા તારા સુધી શ્રધ્ધા તારે છે,
તમારામય કાયમ બની રહેવું એ જીવનનો પ્રયાસ છે.
જ્યાં જુઓ એ હેમનો ચળકાટ ઓઢી આવતા રહે છે,
એ કહેવા દો મને તો માત્ર તમારી ચરણોની જ આશ છે.
આ જગે લોભાવનારા કેટલાં પ્રલોભનો દિસે છે,
ચેહરમાં તમને પામ્યા પછી ના આવતું કૈ રાસ છે...
ભાવના ભટ્ટ અમદાવાદ.....