તું મળી એટલે તો મે પંથ લાગણીનો સજાવ્યો છે,
દેખી એ પ્યારી નેન એક અજીબ નશો ચડાવ્યો છે,
બોલે છે તું પણ શોર તારી અમિનો સંભળાવ્યો છે,
થાવ હું પાગલ તો તે નેણના ઈસારે સમજાવ્યો છે,
તરી જાવ એ સમંદર પણ તારી નજરે ડુબાવ્યો છે,
સીધુંજ છે સરનામું પણ એ નયને ભૂલો પડાવ્યો છે,
જીત્યો દુનિયા પણ એ નખરાળી આંખે હરાવ્યો છે,
હક નથી મારો પણ પહેલી નજરમાં પ્રેમ કરાવ્યો છે,
-મિલન અંટાળા
(સુરત)