તારી આંખનો એ ઉંડો સાગર મારી આંખ માં પણ છલકાય છે.
કુશળ તરવૈયો છું, છતાંય મારાથી ડુબાય છે.
રાત્રિ ના અસ્પષ્ટ અંધારા માં , તુ સ્પષ્ટ રીતે દેખાય છે
અખુટ સૌન્દર્ય તારું આ , સાડી માં ના આભાલિયા રૂપી ચડકાય છે
વિભિન્ન આ તારી કાયા ના વળાંકો , એક સુન્દર ઝરણું વરતાય છે
નિર્દોષ તારું આ ખિલખિલાટ હાસ્ય આંખે મારી અથડાય છે,
મીઠાં આ શબ્દ તારા કંઠ ના , કાન માં મારા રેલાય છે.
લાંબા તારા આ વાળ માં , દરેક શ્વાસ મારો સમાય છે
અંતે,
શોધવા મા તને હવે, મન મારું પતંગિયા જેમ ભટકાય છે..